Top

Non-governmental organisation (NGO) & Non-profit Site

Mail :
info@ramroti.org
Call Us :
૦૨૬૭૩-૨૪૦૩૨૧ / ૨૪૯૫૧૧

અમારે તમારી મદદ ની જરૂર છે

અમારી ગેલેરી

આભાર સંદેશ

તા.૨૬-૧-૨૦૦૭ ના રોજ થી રામરોટી સેવાકાર્ય ની શુભ શરુઆત થી વનખંડી હનુમાનજી ભગવાન ની કૃપા તથા સંતશ્રી મોનીબાબા ના આર્શિવાદથી શરુઆત કરેલ જે આજે ૧૫માં વર્ષમાં પ્રવેશ કરી રહેલ છે.

કોઇ ૫ણ કાર્યને નિરંતર ૧૨ વર્ષ પૂર્ણ થાય તો તેનું એક અલગ જ મહત્વ હોય છે. દરેક નવા વર્ષમાં મંડળે એક નવી સેવાનું પીછુ ઉમેરી દાહોદ શહેરમાંઘૂણી ઘખાવી છે. જેમાં આપ સૈા નગરજનો, દાતાશ્રીઓ, અઘિકારીશ્રીઓ, ટ્રસ્ટી મંડળના સભ્યો,કાર્યકરો તથા જયારે જયારે મંડળે હાકલ કરી ત્યારે યેન - કેન પ્રકારે સૌ નગરજનોએ તન-મન-ઘન થી સહયોગ આપ્યો છે.

દરેક કાર્યમાં આનંદ સાથે થોડી મુશ્કેલીઓ ૫ણ આવતી હોય છે. ત્યારે દરેક સમયે દાતાઓ તરફથી મંડળ ઉ૫ર પૂર્ણ વિશ્વાસ રાખીને આ કાર્યને સતત માર્ગદર્શન તેમજ લક્ષ્મીજી ની અમી વર્ષા વહેતી રાખી છે. વૈશ્વિક મહામારી આવી ત્યારે સમગ્ર વિશ્વ ની કાર્યશૈલી બદલાઇ અને શહેરમાં લોકડાઉન કે અન- લોકડાઉનની ૫રિસ્થિતી સર્જાઇ હતી. આવા સમયમાં પોતાની કે ૫રિવારની ચિંતા કર્યા વગર નગરમાં કોઇ ભૂખ્યો ન રહે તે આશયથી જયાં જયાં જરુર હતી ત્યાં ત્યાં ધેર બેઠા ફૂડ પેકેટ પંહોચાડવાની કાર્યકરોએ મહેનત કરેલ છે આવા અદ્ભભૂત સેવાકાર્ય થી નગર તેમજ દેશમાં મંડળ નું નામ રોશન કરેલ છે.
આ તબ્બકે જયારે મંડળ ૧૫માં વર્ષમાંપ્રવેશ કરવા જાય છે ત્યારે સૌ કોઇનો હદયપૂર્વક આભાર માનતા અંત્યત આનંદની લાગણી અનુભવીએ છીએ.

જય જય સેવા ઘર્મ

(૧) શેઠશ્રી ગીરઘરલાલ સંસ્કાર કેન્દ્ર દાહોદ સદભાવના એવોર્ડ
(ર) શ્રી વેદમાતા ગાયત્રી ટ્રસ્ટ હરીઘ્વાર સમાજ નિમાર્ણ એવોર્ડ
(૩) લાયન્સ કલબ ઓફ દાહોદ દાહોદ રત્ન લાયન્સ એવોર્ડ

(૧) કલેકટશ્રી અને જિલ્લા મેજીસ્ટ્રેટ કચેરી દાહોદ
(ર) દાહોદ જિલ્લા તંત્રી સંઘ
(૩) ઇન્ડીયન રેકક્રોસ સોસાયટી દાહોદ
(૪) અખિલ ભારતીય વૈષ્ય મહાસંમેલન ગુજરાત પ્રદેશ
(૫) જી.વી.કે. ૧૦૮ ઇમરજન્સી સેવા તરફથી

(૧) દરરોજ શ્રી રામરોટી ૫૦૦ થી ૬૦૦ વ્યકતિ ઓ ને ભોજન પ્રસાદી
(૨) દરરોજ વિવિઘ દવાખાનાઓ માં નિશૂલ્ક ૧૨૫ થી ૧૫૦ ટિફીન વ્યસ્થા
(૩) દર માસે ૪૦ કુટુંબોને નિશૂલ્ક માં અન્નપૂર્ણા સીઘુ યોજના
(૪) દરરોજ ૨૦ કિલો ગોળ મિશ્રીત લોટ ની ગાય તથા કૂતરા માટે રોટલીની વ્યસ્થા
(૫) અશૂભ પ્રસંગે ભોજન વ્યવસ્થા
(૬) શિયાળામાં ગરીબોને ગરમ ક૫ડાનું વિતરણ
(૭) સંતશ્રી મોનીબાબા વયસ્ક પ્રવૃત્તિ કેન્દ્ર
(૮) ઘાર્મિક કથા તથા ભજન સંઘ્યા
(૯) રેલ્વે સ્ટેશન ઉ૫ર ઉનાળામાં જલસેવા
(૧૦) ફ્રી મેડિકલ કેમ્પ
(૧૧) બિન વ૫રાશી વસ્તુઓ નો વિનીયોગ
(૧૨) સર્વ જ્ઞાતિ સમૂહ લગ્ન

ઉ૫રાંત ચાલુ સાલે કોરોના મહામારી માં લોકડાઉન તથા અનલોકડાઉન સમયે અંદાજે ૩ લાખ ફૂડ પેકેટનું વિતરણ કરેલ છે. જે હાલમાં ૫ણ અલગ અલગ સ્થળે ચાલુ છે.

ભૂખ્યા કાજે ભોજન બનજો, તરસ્યા નું જળ થાજો, દિનદુઃખીયાનાં આંસુ લ્હોતાં, અંતર કદી ના ધરજો